વાલોડ: વાલોડ દાદરીયા ગામમાં દીપડાને 24 કલાકમાં પાંજરે ફસાવવાનો સફળ પ્રયાસ
Valod, Tapi | Aug 19, 2026 વાલોડ તાલુકાના દાદરીયા ગામમાં દીપડાએ બે બકરાંનો શિકાર કર્યો. વનવિભાગે એ પહેલા પાંજરો લગાવ્યો હતો, પરંતુ ખામીને કારણે દીપડો છૂટ્યો હતો. બીજી વખત સુરક્ષિત પાંજરા ગોઠવીને મંગળવારે રાત્રે દીપડાને પાંજરામાં લેવામાં આવ્યું અને વાલોડ નર્સરી ખાતે ખસેડયો.