જેતપુર: જેતપુરમાં માર્કેટ યાર્ડ ખાતે અગાશી પરથી નીચે જમીન પર પટકાયા બાદ શ્રમિકનું માથું ફાટી જતાં મોત
Jetpur, Rajkot | Feb 10, 2024 જેતપુર શહેરમાં આવેલ માર્કેટિંગ યાર્ડમાં માલ ચડાવ ઉતારની મજૂરી કરતા યુવાનનું મજૂરીના પૈસા લેવા જતી વખતે યાર્ડની અગાસી પરથી નીચે જમીન પર પટકાતા માથું ફાટી જવાથી ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો આવ્યો છે જોકે પરિવારજનોમાં શોકની લાગણી જેવા પામી છે