કાલોલ: સણસોલી-કલ્યાણા રોડ પર ભારે વાહનોની અવરજવર યથાવત? જાહેરનામાના ભંગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
કાલોલ તાલુકાના સણસોલી-કલ્યાણા રોડ પર આવેલા મેજર બ્રિજને ભારે વાહનો માટે આગામી ૩૧ ઓગસ્ટ સુધી બંધ રાખવાનો જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હોવા છતાં, કેટલાક ભારે વાહનો આ બ્રિજ પરથી પસાર થતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સ્થાનિક નાગરિકોએ સંબંધિત તંત્રને આ મામલે તાત્કાલિક તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવા અને જાહેરનામાનું કડક પાલન કરાવવા માંગ કરી છે.