બાળકોના અપહરણ ની ખોટી અફવાઓ કેટલાક લોકો દ્વારા ફેલાવવામાં આવી રહી છે.જે ખોટી અફવા ફેલાવતા તત્વો સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે.જો કે વાલીઓમાં ગેરસમજ દૂર કરવાનો પ્રયાસ પોલીસ કરી રહી છે.આ વચ્ચે અડાજણ પોલીસ સ્ટેશન પરિસરમાં ગુરુવારે સવારે 11 કલાકે 60 જેટલા સ્કૂલવાન ચાલકો જોડે બેઠક કરવામાં આવી હતી.ચાલકની ગેરહાજરીમાં અન્ય ચાલકની જાણકારી શાળાના શિક્ષક અને વાલી ને આપવા સૂચના આપી હતી.ઉપરાંત ડ્રાઇવરો ની માહિતી પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા સૂચન કર્યુ.