મહુવા: મહુવા રેલવે સ્ટેશન પર દક્ષિણ તરફથી પ્રવેશ માટે બ્રિજ બનાવવાની માંગ
મહુવા રેલવે સ્ટેશન પર શહેર તરફથી સીધો પ્રવેશ મળી રહે તે માટે નવા બ્રિજના નિર્માણની માંગ ઉઠી છે. મહુવા APMCના ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મંત્રી બાબુભાઈ પી. જોલિયા દ્વારા તા. 9 સપ્ટેમ્બર 2026ના રોજ ભાવનગરના DRMને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ, મહુવા રેલવે સ્ટેશનનું એપ્રોચ પ્લેટફોર્મ નંબર-1 ઉત્તર દિશામાં આવેલું છે, જ્યારે મહુવા શહેર દક્ષિણ દિશામાં આવેલું છે. જેના કારણે શહેરમાંથી રેલવે સ્ટેશન જવા માટે મુસાફરોને