પેટલાદ: સુણાવ રોડ સહિત વિવિધ ચર્ચમા "ઇસ્ટર પર્વ"નિમિતે પ્રાર્થના સભા યોજાઈ, ભવાનીપુરા, ઇસરામા મુક્તિફોજ ચર્ચમાં પણ ઉજવણી
Petlad, Anand | Apr 5, 2026 પેટલાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રવિવારના રોજ ખ્રિસ્તી ભાઈ બહેનો દ્વારા ઈસ્ટર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પ્રભુ ઈસુએ માણસ જાતના ઉદ્ધાર માટે બધ:સ્તંભ ઉપર મરણ સહન કર્યું અને ત્રીજે દિવસે સજીવન થયા તે દિવસ એટલે ઈસ્ટર પર્વ. આખા વિશ્વમાં ઈસ્ટર પર્વની ઉજવણી થાય છે ત્યારે પેટલાદ પંથકમાં પણ વિશેષ પ્રાર્થનાસભા યોજાઈ હતી. અને ખ્રિસ્તી ભાઈ બહેનોએ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી.