વડવા કાછીયાવાડ વિસ્તારમાં વીજ પોલ અચાનક ધરાશયી થયો, લોકોમાં ભય ફેલાયો, સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નહી
Bhavnagar City, Bhavnagar | Mar 7, 2026
ભાવનગર શહેરના કાછિયાવાડ માઢિયાફળી મા થાંભળો થયો ધરસાઈ, BMC દ્વારા પાણીની લાઈનની કામ ગિરી કરવામાં આવતી હતી. જેને લઈ ખોદાણ કરવામાં આવ્યું હતું. ત્રણ ચાર દિવસ થી કામ ચાલતું હતું અને આજે અચાનક GEB નો થાંભલો એક મકાન પર પડ્યો હતો. મકાન માલિક દ્વારા આક્ષેપ કરાયા કે નુકસાન થયું તેનો જવાબદાર કોણ? સમગ્ર મામલો ગરમાયો જ્યાં GEB અને BMC પર સ્થાનિક લોકો અને મકાન માલિક દ્વારા ગંભીર આક્ષેપ કરાયા હતા.