ખંભાત: ખંભાત કોલેજ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરથી વીજ થાંભલો વળ્યો, મોટી હોનારત ટળી
Khambhat, Anand | Mar 28, 2026 ખંભાત કોલેજ રોડથી રેલવે સ્ટેશન તરફ જતો વળાંક પાસે અજાણ્યા ભારવાહક વાહને વીજ થાંભલાને અડફેટે લીધો હતો.ટક્કર મારીને વાહનચાલક તાત્કાલિક અન્ય રસ્તેથી ફરાર થઈ ગયો હતો. સદનસીબે, થાંભલો વળી જવા છતાં તાર તૂટ્યા ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.હાલમાં બ્રિજની કામગીરી ચાલી રહી હોવાને કારણે આ માર્ગને ડાયવર્ઝન રૂટ તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે.સ્થાનિક રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે કે વીજ કંપની વહેલી તકે આ જોખમી થાંભલાને બદલીને નવો થાંભલો ઉભો કરે.