લીમખેડા: દાહોદ: કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓ માટે ખાસ કાઉન્સેલિંગ સેશનનું આયોજન
Limkheda, Dahod | Sep 11, 2026 દાહોદની પીએમ શ્રી કન્યા સાક્ષરતા નિવાસી શાળા મંડોર ખાતે પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા વિદ્યાર્થીનીઓ માટે કાઉન્સેલિંગ સેશન યોજાયું. જેમાં વિદ્યાર્થીનીઓને અભ્યાસની મુશ્કેલીઓનો સામનો કરવા તેમજ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જાળવવા વિશે મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું.