ભુજ: કેન્સર સામે ઝઝૂમી શિક્ષણની જ્યોત પ્રગટાવતાં ભાવિનીબેન અન્ય માટે પ્રેરણા રૂપ બની
Bhuj, Kutch | Sep 5, 2026 ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયનાં શિક્ષિકા ભાવિનીબેન મલય ત્રિપાઠીને વર્ષ ૨૦૨૬નો કચ્છ જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત કરાયો. પાંચ વર્ષથી ગંભીર બીમારી સામે ઝઝૂમતા હોવા છતાં તેમણે શાળામાં એકપણ રજા લીધા વગર ફરજ બજાવી છે. કોમર્સના અઘરા “નામાના મૂળ તત્વો” વિષયને સરળ અને રસપ્રદ બનાવવા તેઓ ભવાઈ અને નાટિકાનો ઉપયોગ કરે છે. ૩૦ વર્ષના શિક્ષણ કાર્યકાળ દરમિયાન અનેક વિદ્યાર્થિનીઓના કારકિર્દી ઘડવામાં યોગદાન આપનાર ભાવિનીબેનની સેવાભાવના પ્રેરણારૂપ બની છે