સુરતમાં પત્રકારને કિયા કાર ચાલકે ઉડાવ્યો!
એસવીએનઆઈટી નજીક સર્જાયો ગંભીર અકસ્માત
સુરતના ઉમરા વિસ્તારમાં આજે સવારે 9 વાગ્યે પત્રકાર ધનરાજ ભાગલે એક્ટિવા પર પસાર થઈ રહ્યા હતા ત્યારે બેફામ કિયા કાર ચાલકે અડફેટે લીધા હતા.
અકસ્માત એટલો ગંભીર હતો કે પત્રકારના ડાબા પગમાં ફ્રેક્ચર થયું છે અને તેઓ હાલ સારવાર હેઠળ છે.
ઘટનાની ગંભીરતા જોતા ઉમરા પોલીસે ગણતરીના કલાકોમાં જ કિયા કાર ચાલક સંજયભાઈ (ઉ.વ. 28) ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પત્રકાર પર વાહન ચડાવનાર સામે ઉમરા પોલીસનો ત્વરિત એક્શન!
Udhna, Surat | Jun 20, 2026