પહેલી ફેબ્રુઆરીએ બિલ્ડર તુષાર ઘેલાણી એ પોતાના ઘરે રિવોલ્વરથી ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જે બાદ લાંબી સારવાર દરમ્યાન ખાનગી હોસ્પિટલના બીછાને તેનું મોત નિપજ્યું હતું.પરિવારે બિલ્ડર ની મહિલા મિત્ર સામે લેખિતમાં અરજી કરી ગંભીર આરોપ કર્યા હતા.જેની સામે બિલ્ડરની મહિલા મિત્રએ પણ અરજી કરી તપાસની માંગ કરી હતી.તપાસ એસીપી કક્ષાના અધિકારીએ કરી હતી.જે દરમ્યાન પ્રાથમિક તપાસમાં મહિલા મિત્રના માનસિક ત્રાસથી કંટાળી આપઘાત કર્યાનું સામે આવતા ધરપકડ કરાઇ હતી.