કલ્યાણપુર: 1 ઓક્ટોબરે ટંકારીયા, સણોસરી, સૂર્યાવદર અને પ્રેમસરમાં 12 કલાક વીજ કાપ
કલ્યાણપુર સબ સ્ટેશનના ટંકારીયા જે. જી. વાય. ફીડરમાં કામગીરીના કારણે આવતીકાલે 1 ઓક્ટોબરે સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધી ટંકારીયા, સણોસરી, સૂર્યાવદર અને પ્રેમસર ગામોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામ પૂર્ણ થતા ગમે ત્યારે પાવર સપ્લાય ચાલુ કરી દેવાશે.