કાલોલ: સગનપુરા ગામની સીમમાં દિપડાએ વધુ એક ગૌવંશનું ભક્ષણ કરતાં પંથકના લોકોમાં ફફડાટ જોવા મળ્યો
કાલોલ તાલુકાના સગનપુરા બેઢીયા ગામની સીમમાં સોમવારે રાત્રે દિપડાએ વધુ એક શનાભાઈ કાભઈભાઈ રાઠોડ નામના પશુપાલકના ગૌવંશનું ભક્ષણ કર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સગનપુરા બેઢીયા ગામની સીમમાં પાછલા બે ત્રણ મહિનામાં દિપડાએ ચોથો શિકાર કર્યો હોવાને પગલે સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.