શિનોર: બીથલી ગામે નવ નિર્માણ થયેલ નવીન શાળા બિલ્ડિંગનું ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.
Sinor, Vadodara | Jun 28, 2024 બીથલી ગામે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અંદાજિત એક કરોડ ઉપરાંત ના ખર્ચે નવીન શાળા બિલ્ડીંગ તૈયાર કરવામાં આવ્યું છે.આ નવીન શાળા બિલ્ડીંગનું આજે સવારે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ અને શિક્ષણ સમિતિના ચેરમેન જીજ્ઞેશ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જ્યારે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત બાલવાટિકા અને ધોરણ 1 અને 8 માં બાળકોને પ્રવેશ કરાવ્યો હતો.કાર્યક્રમના અંતે હાજર મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.