શિનોર: બ્રહ્માકુમારી સાધલી સેવા કેન્દ્ર દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે સાધલી ગામે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું.
Sinor, Vadodara | Jun 25, 2024 શિનોર તાલુકાના સાધલી ગામે આવેલ પંચવટી બાગ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે સાંજે બ્રહ્માકુમારી સેવા કેન્દ્રના સંચાલિકા બ્રહ્માકુમારી જયોતિબેનની ઉપસ્થિતિમાં યોગા માટે વિશેષ કાર્યક્રમ આયોજિત કરાયો હતો.જેમાં મોટી સંખ્યામાં ભાઈ બહેનોએ ભાગ લઈ સમૂહમાં યોગા કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.આ ઉપરાંત યોગા કરવાથી થતાં ફાયદાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.