શિનોર: શિનોર કુમાર અને કન્યા શાળામાં જનરલ મેનેજર એન્ડ જોઇન્ટ ઇન્ડસ્ટ્રીઝના કમિશનરે બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો.
Sinor, Vadodara | Jun 27, 2024 આજરોજ તારીખ 26 - 6 - 2024 ને બુધવાર ના દિવસે સવારે જનરલ મેનેજર એન્ડ જોઇન્ટ ઇન્ડસ્ટ્રીઝ ના કમિશનર આર.એસ. પટેલની ઉપસ્થિતિમાં શિનોર કુમાર અને કન્યા શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો.જેમાં કુમાર શાળામાં બાલવાટિકામાં 28 અને ધોરણ - 1 માં 27 બાળકો તેમજ કન્યા શાળામાં બાલવાટિકામાં 25 અને ધોરણ 1 માં 27 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ મહાનુભાવો,પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.