શિનોર: સાધલી APMC ખાતે વડોદરા પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો.
Sinor, Vadodara | Jun 27, 2024 સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત શિનોર પોલીસ દ્વારા આજે સાંજે 5 કલાકે સાધલી APMC ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં છેલ્લા દોઢ મહિનામાં ગુમ થયેલા 11 મોબાઈલ ફોન તેના મૂળ માલિકોને પરત કરાયાં હતાં.આ ઉપરાંત સાઇબર ફોર્ડ,વ્યસન મુક્તિ અને વ્યાજખોરી સહિતના મુદ્દે લોકોને સમજણ આપવામાં આવી હતી.લોકોને ગુમ થયેલા મોબાઈલ ફોન વહેલી તકે પરત મળી જતાં પોલીસની સરાહનીય કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક હાજર રહ્યા હતાં.