વાગરા: વાગરાના વડદલા પાસેથી દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો
Vagra, Bharuch | Nov 9, 2026 વાગરા તાલુકાના વડદલા ગામ નજીક મહાળી ચોકડી પાસેથી દહેજ પોલીસે દેશી તમંચા અને જીવતા કારતૂસ સાથે ગૌતમકુમાર મંડલ નામના શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે હથિયાર જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે.