ગારિયાધાર: ગારિયાધાર તાલુકાના વાવપ્લોટ પ્રાથમિક શાળામાં વિદાય અને સન્માનનો કાર્યક્રમ યોજાયો
ગારિયાધાર તાલુકાના વાવપ્લોટ પ્રાથમિક શાળામાં આજે લાગણીઓનું ઘોડાપૂર જોવા મળ્યું, જ્યાં વિદાય અને સન્માનનો સંવેદનશીલ અને ગૌરવભર્યો કાર્યક્રમ યોજાયો. શાળાના વિદ્યાર્થીઓ માટે આ દિવસ ખાસ હતો, કારણ કે ‘પંખીડા’ સમાન નાનકડા વિદ્યાર્થિઓ હવે નવી ઊંચાઈઓ સર કરવા પાંખો ફેલાવી આગળ વધવા તૈયાર બન્યા છે. કાર્યક્રમ દરમિયાન ધોરણ 8ના વિદ્યાર્થીઓને વિદાય અપાઈ, જ્યાં શિક્ષકો અને સહપાઠીઓ સાથેના સંસ્મરણો તાજા થઈ ઊઠ્યા. વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો વ્યક્ત કરતાં ભાવુક વાતાવ