કાલોલ: તાલુકામાં ધ્વનિ પ્રદૂષણ કરતા ડીજે ચાલકો વિરુદ્ધ પોલીસની લાલ આંખ,ત્રણ દિવસમાં ત્રણ ડીજે કબજે કરી 55 લાખનો મુદ્દામાલ જપ્ત
કાલોલ પોલીસે પાછલા ત્રણ ચાર દિવસમાં રાત્રી પેટ્રોલિંગ દરમ્યાન કાલોલ શહેર અને તાલુકામાં નિયત ડેસિબલ કરતાં મોટા અવાજે ધ્વનિ પ્રદૂષણ કરતા ડીજે સાઉન્ડ સિસ્ટમ સામે લાલ આંખ કરીને ત્રણ ડીજે કબજે કરી ડીજે માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.