🐍 નાનાપોંઢામાં ઝેરી નાગનું સફળ રેસ્ક્યૂ!
નાનાપોંઢાના વડખમ્બા ગામના સડક ફળિયામાં એક ઘરના આંગણે ઇન્ડિયન સ્પેક્ટેકલ્ડ કોબ્રા (ઝેરી નાગ) જોવા મળતા પરિવારજનોએ તરત જ વાઈલ્ડલાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટ નવસારીની ટીમનો સંપર્ક કર્યો.
વાઈલ્ડલાઈફ રેસ્ક્યૂઅર મુકેશભાઈ વાયાડ અને દિનેશભાઈ વાયાડ ઘટનાસ્થળે પહોંચી નાનાપોંઢા વન વિભાગના સહયોગથી ઝેરી નાગનું સુરક્ષિત રેસ્ક્યૂ કર્યું. બાદમાં વન વિભાગ દ્વારા નાગને તેના કુદરતી રહેઠાણ એવા જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો.
🙏 અપીલ: ઘરમાં નાગ, અજગર કે અન્ય કોઈ વન્યજીવ જોવા મળે તો ગભરાશો નહીં કે તેને નુકસાન પહોંચાડશો નહીં. તરત જ વન વિભાગ અથવા પ્રશિક્ષિત વાઈલ્ડલાઈફ રેસ્ક્યૂ ટીમનો સંપર્ક કરો.
📍 સ્થળ: વડખમ્બા ગામ, નાનાપોંઢા
#SnakeRescue #IndianCobra #WildlifeRescue #Nanapondha #Valsad ForestDepartment NatureConservation VapiUpdateOfficial
Vapi, Valsad | Jul 1, 2026