અલથાણના અપચા નગર વિસ્તારમાં આવેલી Sentosa Heights સોસાયટીમાં નવરાત્રીના આયોજનને લઈને બે જૂથો વચ્ચે વિવાદ થયો હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, સોસાયટીમાં અલગ-અલગ નવરાત્રી સેલિબ્રેશનને લઈને થયેલી ચર્ચા બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને બંને જૂથો વચ્ચે ભારે બબાલ થઈ હતી. ઘટનાને પગલે પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી.
સોસાયટીના મેમ્બર દ્વારા મોકલવામાં આવેલા વીડિયોમાં ઘટનાની સમગ્ર સ્થિતિ જોવા મળી રહી છે. જોકે, વિવાદનું ચોક્કસ કારણ અને ઘટનાક્રમ અંગે પોલીસ તપાસ બાદ વધુ સ્પષ્ટતા થઈ શકશે.
Udhna, Surat | Oct 5, 2026