તળાજા: દાઠાના પરા વિસ્તારમાં રસ્તાની હાલાકી! એમ્બ્યુલન્સ ન પહોંચી, દર્દીને છકડામાં લાવવાની ફરજ
#viral
તળાજા તાલુકાના દાઠા ગામે પરા વિસ્તારમાં સ્થાનિક તંત્રની બેદરકારીના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, પરા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને અચાનક પેરાલિસિસનો હુમલો આવતા પરિવારજનો દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ પરા વિસ્તારના રસ્તાની સ્થિતિને કારણે દર્દીના ઘર સુધી એમ્બ્યુલન્સ પહોંચી શકી ન હતી. આખરે ગંભીર હાલતમાં રહેલા દર્દીને પરિવારજનો અને સ્થાન