ગાંધીનગરના સરગાસણ વિસ્તારના ઉંવારસદ રોડ પાસે આવેલા શ્રીપદ આયાંશ રેસિડેન્સીના 12મા માળે આવેલા એક ફ્લેટમાં બુધવારે બપોરે ભયાનક આગ ભભૂકી ઉઠતાં સમગ્ર ફ્લેટ ખાખ થઈ ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ ગેસ પર ગરમ થઈ રહેલા તેલના કારણે ચીમનીમાં આગ લાગી હતી, જે થોડા જ સમયમાં સમગ્ર ઘરમાં ફેલાઈ ગઈ. ઘટનાની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડના પાંચ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરીમાં જોડાયા હતા. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખી આસપાસના ફ્લેટો ખાલી કરાવવામાં આવ્યા હતા અને અન્ય જાનહાનિ કે માલહાનિ ટાળવા માટે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તબક્કે કોઈ જાનહાનિના સમાચાર નથી, જોકે ફ્લેટને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળે છે.
#Gandhinagar #Sargasan #FireIncident #BreakingNews #GujaratNews #FireBrigade #FlatFire #LatestNews #ResidentialFire #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Jun 3, 2026