મૂળી તાલુકાના સરલા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષાને અનુલક્ષીને “હમ હોંગે કામયાબ એક દિન” શીર્ષક હેઠળ પ્રેરણાત્મક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સરલા ગામના સરપંચ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. સાથે તલાટી મંત્રી, આચાર્ય અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે મહેનત કરવાની પ્રેરણા આપવામાં આવી હતી. ગત વર્ષની બોર્ડ પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારનું સન્માન કરાયું હતું