શનિવારે સવારે 10:00 કલાકે સુરતના અઠવાગેટ મુકામે શહેર ભાજપ દ્વારા કોંગ્રેસ સામે ધરણા પ્રદર્શન અને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 માં વિઘ્ન નાખવાના આરોપ સાથે શહેર ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીનું પૂતળા દહન કરી ભારે વિરોધ નોંધાવ્યો હતો. એટલું નહીં પરંતુ ભારતની વૈશ્વિક છબીને ખવડાવવા નો આરોપણ કોંગ્રેસ સામે કરવામાં આવ્યો હતો.