ગોધરા: ગોધરા શહેર બી રાયોટીંગના ગુનામાં નાસતા ફરતા આરોપીને બી ડીવીઝન પોલીસે જહુરપુરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો
નાસતા ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ અંતર્ગત ગોધરા શહેર બી ડીવીઝન પોલીસને મોટી સફળતા મળી છે. ડી-સ્ટાફના નરેશકુમાર સવદાસભાઈ અને નિકુલસિંહ વિરભદ્રસિંહને મળેલી ચોક્કસ બાતમીના આધારે, રાયોટીંગ અને જાહેર મિલકતને નુકસાન અટકાવવાના ગુનામાં નાસતા ફરતા આરોપી સઇદ ફિરોઝ ઉર્ફે મોહમદ હનીફ ચુચલાને ઝહુરપુરા જામા મસ્જિદ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે વોચ ગોઠવી આરોપીને કોર્ડન કરી તેની અટકાયત કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.