માળીયા: માળીયા મિયાણા પોલીસ મથકમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુન્હામાં એક આરોપીને પાસા તળે જેલ હવાલે કરતી પોલીસ
Maliya, Morbi | Jun 24, 2025 માળીયા મિયાણા પોલીસ મથકમાં નોંધાયેલ દારૂના ગુન્હામાં સંડોવાયેલ કચ્છના ભચાઉ તાલુકાના નાની ચીરઇ ગામના આરોપી દેવેન્દ્ર ઉર્ફે દેવો ખોડીદાસભાઈ કાપડી વિરુદ્ધ પાસા વોરંટ ઇશ્યુ થતા મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમે આરોપીને કચ્છના ગાંધીધામથી ઝડપી લઈ સુરતની લાજપોર જેલ ખાતે ધકેલી દીધો હતો.