પેટલાદ: મરિયમપુરામાં આવેલ કેથલીક ચર્ચ ખાતે પુરોહિત દીક્ષા સમારોહ યોજાયો
Petlad, Anand | Apr 19, 2026 પેટલાદ દેવાલય ખાતે પ્રતિક વાઘેલાની પુરોહિત દીક્ષા યોજાઈ હતી.મુળ આમોદના ૨૯ વર્ષીય યુવાનની પુરોહિત દીક્ષા વિધિ તા. ૧૮ એપ્રિલના રોજ પેટલાદના આરોગ્ય માતા દેવાલય ખાતે દબદબાભેર યોજાઈ હતી. જેમાં ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પેટલાદ તાલુકાના આમોદ ગામના ગોરધનભાઈ વાઘેલા અને જાેસ્પીનાબેનના દિકરા પ્રતિકભાઈની પુરોહિત દીક્ષાવિધિ ગઈકાલે સાંજે ચાર વાગે પેટલાદ શહેરના મરીયમપુરા વિસ્તારમાં આવેલા આરોગ્ય માતા દેવાલયમાં યોજવામાં આવી હતી.