વોર્ડ નંબર 12ના ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ ભુપેન્દ્ર રાવતકાને અજાણ્યા વોટ્સએપ નંબરથી છેલ્લા ત્રણ વર્ષથી ગર્ભિત ધમકીઓ આપવામાં આવી રહીં છે.આ વચ્ચે કેનેડા અભ્યાસ કરતી દીકરી પર પણ ત્રણ વખત હુમલાની ઘટના બની છે.જેથી ઘબરાયેલા પતિએ દીકરીને પણ કેનેડાથી પરત સુરત બોલાવી લીધી છે.બીજી બાજુ ઘટના અંગે હમણાં સુધી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહી કરતાં નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.જેમની સૂચના બાદ ઘટનાની તપાસ સુરત સાયબર ક્રાઈમ શેલને સોંપવામાં આવી છે.