ગારિયાધાર: ગારિયાધારના પાચટોબરા નજીક ઈ-બાઈક રીક્ષા અને ટુ-વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓ ઘાયલ થયા
ગારિયાધારના પાચટોબરા નજીક ઈ-બાઈક રીક્ષા અને ટુ-વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓ ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. અકસ્માત બાદ સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માત કેવી રીતે સર્જાયો અને ઘાયલોની ઓળખ અંગે વધુ વિગતો હજુ સુધી સામે આવી નથી.