આણંદ શહેર: લાખોના ખર્ચે ડેવલપ થયેલું તળાવ બેદરકારીનો ભોગ, અજાણ્યા શખ્સો દ્વારા લોખંડની જાળી ચોરી, તળાવ કચરાપેટીમાં ફેરવાતા રોસ
આણંદ શહેરમાં આવેલ શીખોડ તળાવની હાલત હાલ બગડેલી જોવા મળી રહી છે. આણંદ નગરપાલિકાના સમયમાં લાખોના ખર્ચે શીખોડ તળાવનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું હતું, પરંતુ હાલ તળાવની આસપાસ બેદરકારી અને અવ્યવસ્થા જોવા મળી રહી છે.તળાવને ફરતે લગાવવામાં આવેલી લોખંડની જાળી અજાણ્યા તત્વો દ્વારા ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે