અસારવા: વસ્ત્રાપુરમાં બિલ્ડરની મર્સિડીઝ ચોરવા ગાડી લઇને આવ્યા, CCTV
બિલ્ડરની મર્સિડીઝ ચોરવા ગાડી લઇને આવ્યા, CCTV:અમદાવાદમાં ફ્લેટના પાર્કિંગમાંથી કાર ચલાવી નીકળી ગયા, બે શખસ કેમેરામાં કેદ અમદાવાદના વસ્ત્રાપુરના માનસી ટાવર ચાર રસ્તા પાસે આવેલા ફ્લેટના પાર્કિંગમાંથી અજાણ્યા શખ્સો મર્સિડીઝ ગાડીની ચોરી કરીને લઈ ગયા છે. શહેરના બિલ્ડર અને વેપારીની આ લક્ઝરી કાર પાર્કિંગમાં પાર્ક હતી, જે ચોર ડુપ્લીકેટ ચાવીથી ચોરીને લઈ ગયા છે. જે અંગેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. વસ્ત્રાપુર પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.