નાંદોદ: એકતાનગરના ભારત પર્વમાં કલાકાર અનવિન્દરે ચંદીગઢની સંસ્કૃતિને કૅનવાસ પર જીવંત કરી
એકતાનગર ખાતે આયોજિત ભારત પર્વ-2026માં ચંદીગઢના કલાકાર સુશ્રી અનવિન્દરે પોતાની પેઇન્ટિંગ દ્વારા ચંદીગઢનો ઇતિહાસ અને સ્થાપત્ય રજૂ કર્યા છે. તેઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીને એકતાનું પ્રતીક ગણાવી દેશના વિવિધ રાજ્યોની સંસ્કૃતિને જાણવાની તક મળી હોવાનું જણાવ્યું હતું.