ઉચ્છલ: નિઝર પોલીસ મથકે ગણેશોત્સવને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
Uchchhal, Tapi | Sep 11, 2026 નિઝર પોલીસ મથકે આગામી ગણેશ ઉત્સવને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ. નાયબ પોલીસ અધિક્ષક ઈશ્વરભાઈ પરમાર અને પી.આઈ. મનિષાબેન વિઠ્ઠલપરાની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી કરવા અને નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.