ગાંધીનગર: મહાત્મા મંદિરમાં ૩ અને ૪ ઓક્ટોબરે ડિજિટલ ઈન્ડિયા, જમીન વ્યવસ્થાપન અને આપત્તિ વ્યવસ્થાપન ઉપર યોજાશે નેશનલ કોન્ફરન્સ
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતું કે,૩ અને ૪ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ ડિજિટલ ઈન્ડિયા, જમીન વ્યવસ્થાપન અને આપત્તિ વ્યવસ્થાપન ઉપર બે દિવસીય નેશનલ કોન્ફરન્સનું મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોર્ડર્નાઇઝેશન પ્રોગ્રામના લક્ષ્યો હાંસલ કરવા માટેના વિઝન,નોલેજ શેરિંગ અને કેપેસિટી બિલ્ડિંગ, બેસ્ટ પ્રેકટિસીસ, ઇનોવેશન કેસ સ્ટડી તથા પોલિસી સ્ટ્રકચર વગેરે મુદ્દા ચર્ચા થશે.