ગાંધીનગર: પોલીસ ભવન નજીક બાઇક સ્લીપ ખઈ જતા યુવકનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું
ગાંધીનગર નવા સચિવાલયના ગેટ નંબર-3 સામે પોલીસ ભવન સર્કલથી છ-5 તરફ જતા રોડ પર ગત બુધવારે બાઇક સ્લીપ થઈ જવાથી ગંભીર ઇજાગ્રસ્ત 42 વર્ષીય યુવકનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ અંગે સેકટર-7 પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી કાનુની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક બાઇક લઈને નવા સચિવાલય ગેટ નંબર-3ની સામેથી નીકળ્યા હતા. તે દરમિયાન બાઇક સ્લીપ ખાઈ જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું