ગાંધીનગર: સે-12 ખાતે આવેલ અંબેડકર હોલમાં નેશનલ સેમિનાર યોજાયું,આદિજાતિ મંત્રી રહ્યા હાજર
સે-12 ખાતે આવેલ ડૉ. બાબા સાહેબ આંબેડકર હોલ-ગાંધીનગર ખાતે એક દિવસીય નેશનલ સેમિનાર-કોન્કલેવ અને આદિવાસી અધિવેશનનું આયોજન કરવામા આવ્યુ હતું. જેમાં કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર અને રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિએ શુભેચ્છા સંદેશ આપ્યો હતો. આદિવાસી અધ્યાપક મંડળના પ્રમુખ ડૉ. ઈશ્વર ગામીત તથા ટ્રાઇબલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સોસાયટીના ડાયરેક્ટર ડૉ. સી.સી.ચૌધરીના માર્ગદર્શનમાં આ કાર્યક્રમ યોજાયો હતો.