ગાંધીનગર: સે-24 ખાતેથી હવામાન નિષ્ણાતની મોટી આગાહી,સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરેલી અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 30 સપ્ટેમ્બરથી ભારે અને અતિ ભારે વરસાદની શક્યતા છે. પોરબંદર, દ્વારિકા, જામનગર, કભાળિયા અને જોલિયા વિસ્તારમાં પણ વરસાદી પરિસ્થિતિ રહેશે. કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ અને મધ્ય ગુજરાતમાં પણ હળવો વરસાદ પડી શકે છે.