ગાંધીનગર: રાયસણમાં આવેલ સોસાયટીમાં ગરબા પ્રેમીઓ વરસાદમાં છત્રી લઈને ગરબા ઘૂમ્યા
ગાંધીનગરના રાયસણ સ્થિત શ્રી રંગ એન્ટાયર સોસાયટીમાં ગઇકાલે રાત્રે વરસેલા વરસાદ વચ્ચે પણ વસાહતીઓનો જુસ્સો બરકરાર રહ્યો હતો. વરસાદના માહોલમાં પણ વસાહતીઓએ છત્રી લઈને ગરબે ઘૂમવાનું ચૂક્યું નહોતું. થોડા સમય બાદ વરસાદ બંધ થતાં સોસાયટીના રહેવાસીઓએ અલગ અલગ પાત્રોના વેશભૂષા ધારણ કરીને ઉત્સાહભેર ગરબા રમ્યા હતા. આ દરમિયાન, તેમણે ઓપરેશન સિંદૂરની થીમ પર એક નાટક પણ રજૂ કર્યું હતું, જેને વસાહતીઓએ ખૂબ માણ્યું હતું.