ગાંધીનગર: ગાંધીનગરના વાવોલ ખાતે પંજુરી પેલેસ સોસાયટીમાં વેશભૂષા સાથે નવરાત્રિ મહોત્સવની ઉજવણી
ગૂજરાતની આગવી ઓળખ સમા નવરાત્રિ મહોત્સવની ભકિતભાવ અને હર્ષલ્લાસપૂર્વક ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજના પાચમાં નોરતે ગાંધીનગરના ન્યુ વાવોલ ખાતે પંજુરી પેલેસ સોસાયટીમાં વેશભૂષા સાથે ગરબા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સોસાયટીની મહિલાઓ,યુવાનો, બાળકો દ્રારા ભગવાન શિવ, રાધા કૃષ્ણ, ઝાંસી કી રાની જેવા ઐતિહાસીક તેમજ ટીચર, મનોદિવ્યાંગ મહિલા, ગોવાળીયો, ગોપી, ડોક્ટર, પોલીસ જેવા આધુનિક પાત્રોની અવનવી વેશભૂષામાં ગરબાની અનોખી રંગત માણી હતી.