માલપુર: માલપુર પાસે ફાગવેલ જઈ રહેલા શ્રદ્ધાળુઓ પર હુમલો, 15 શખ્સો સામે પોલીસ ફરિયાદ
માલપુરના મોલ્લી કંપા નજીક ફાગવેલ દર્શને જઈ રહેલા પરિવાર પર પથ્થરમારો અને પટ્ટા વડે હુમલો કરવામાં આવ્યો છે. બે યુવકોને ઈજા પહોંચતા નરેશભાઈ ખાંટ અને ભાથીભાઈ ખાંટ સહિત 15 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.