લગ્નના માત્ર એક મહિનામાં જ સાસરીયાનું ઘર નરક બની જતાં એક પરિણીતાએ સહન કરેલા શારીરિક અને માનસિક ત્રાસનો ગંભીર મામલો વડોદરા જિલ્લાના સાવલી પોલીસ મથકે નોંધાયો છે. ફરિયાદ મુજબ પતિ, સાસુ, સસરા, દિયરો અને નાના સસરા સહિત કુલ છ આરોપીઓ સામે ગુનો દાખલ થયો છે. ઘરકામની નાની બાબતોને લઈને ઝગડા કરી “લગ્નમાં કશું આપ્યું નથી, પાંચ તોલા સોનાના દાગીના લઈ આવ” જેવી દહેજની માંગ સાથે મારઝુડ કરવામાં આવી. પિતાને જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઈ.