ડેડીયાપાડા: ગાંધીનગરમાં AAPનું શક્તિ પ્રદર્શન: ચૈતર વસાવાના સમર્થનમાં હજારો આદિવાસીઓ એકઠા થયા
ગાંધીનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા આદિવાસી ન્યાય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં હજારો લોકો ઉમટ્યા. કાર્યક્રમમાં ગોપાલ રાય, ગોપાલ ઇટાલીયા, હેમંત ખવા અને મનોજ સોરઠીયા સહિતના નેતાઓએ સંબોધન કર્યું.