ગાંધીનગર: ગુજરાતમાં ક્લિનિકલ સંસ્થાની નોંધણી માટેની મુદત વધી, જાણો નવી ડેડલાઈન
ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સ એક્ટ-2021 હેઠળ રાજ્ય સરકારે નોંધણી માટેની સમયમર્યાદા લંબાવી છે. હાલમાં કાર્યરત અને નવી ક્લિનિકલ સંસ્થાઓ હવે 30 એપ્રિલ, 2027 સુધી નોંધણી કરાવી શકશે. પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન 31 ઓક્ટોબર, 2027 બાદ રિન્યૂ થશે નહીં.