ગારિયાધાર: ગારીયાધાર-રૂપાવટી રોડ પર આવેલ વાડી વિસ્તારમાં સસલાના શિકારની ઘટના સામે આવી
ગારીયાધાર-રૂપાવટી રોડ પર આવેલ વાડી વિસ્તારમાં સસલાના શિકારની ઘટના સામે આવતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ કેટલાક લોકો દ્વારા સસલાનો શિકાર કરવામાં આવી રહ્યો હોવાની જાણ થતાં એક જાગૃત નાગરિકે તેનો વિરોધ કર્યો હતો અને શિકાર ન કરવા માટે સમજાવટ કરી હતી.આ દરમિયાન શિકારનો વિરોધ કરનાર જાગૃત નાગરિક સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ કેટલાક શખ્સોએ તેના પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો