માળીયા: માળીયા મિયાણા તાલુકાના વધારવા ગામ નજીક રિવર્સમાં આવતા ડમ્પર ચાલકે હડફેટે લેતા એકનું મોત...
Maliya, Morbi | May 17, 2025 માળીયા મિયાણા તાલુકાના વધારવા ગામની સીમમાં નવા બની રહેલા સિમ્પોલો ઇન્ટરનેશનલ નામના કારખાનામાં જીજે - 36 - વી - 9142 નંબરના ડમ્પર ચાલકે બેફિકરાઈથી પોતાનું ડમ્પર રિવર્સમાં લેતા સંજયભાઈ બેરનાર ગણાવા ઉ.22 નામના યુવાનનું ડમ્પર હડફેટે મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે દિપક તોલિયાભાઈ ભુરિયાને આ અકસ્માતમાં ઇજાઓ પહોંચતા દિવાન બેરનાર ગણાવાએ માળીયા મિયાણા પોલીસ મથકમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.