અમદાવાદ શહેર: ઘાટલોડિયાની IDP સ્કૂલના બે કર્મચારીને ગેરવર્તણૂક કરવા બદલ વાયરલ ફરજમાંથી મુક્ત કરાયા
ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી IDP સ્કૂલના બે કર્મચારીઓએ ગેરવર્તણૂક કરવાના વાયરલ વીડિયો બાદ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીની સૂચના બાદ શાળાએ કાર્યવાહી કરી છે. અનુભવનું પ્રમાણપત્ર લેવા આવેલા 69 વર્ષીય નિવૃત્ત શિક્ષક સાથે સ્કૂલના કર્મચારીઓએ ગેરવર્તણૂક કરી તેમને ગેટ આઉટ કહી કેમ્પસની બહાર કાઢી મૂક્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીની ટીમની તપાસ બાદ શાળા દ્વારા બંને કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા