પેટલાદ: નગરપાલિકાની ચૂંટણીમાં પઠાણવાડાના ઉમેદવારે સેવા સદન ખાતે ઉમેદવારી પત્ર ભર્યું
Petlad, Anand | Apr 9, 2026 નગરપાલિકા વિસ્તારમાં ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભરવાના શરૂ કર્યા છે. પઠાણવાડા વિસ્તારના અપક્ષ ઉમેદવારે રેલી સ્વરૂપે પહોંચી ઉમેદવારી પત્ર ભર્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં એક પણ ઉમેદવારી પત્ર ભરાયું ન હોતું આજે ચોથા દિવસે અપક્ષ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે. સેવાસદન ખાતે પહોંચીને અપક્ષ ઉમેદવાર રીફાકતખાન પઠાણે ફોર્મ ભર્યું હતું.